MYSY - Mukhyamantri Yuva Swavalamban Yojana


Eligibilty
  • ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ પછીના ડિપ્લોમા અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી સંબંધિત ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ની (વિજ્ઞાન પ્રવાહ / સામાન્ય પ્રવાહ) પરીક્ષામા ૮૦ કે તેથી વધુ ઓવેરઑલ પરસેંટાઈલ મેળવનાર વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

  • સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાથી ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ ઓવરઑલ પરસેંટાઈલ મેળવનાર વિધ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત માન્ય બોર્ડની ગુજરાતમાથી ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહ પરીક્ષામાં સાયન્સના વિષયોમા (PCM/PCB) થિયરીમાં ૮૦ કે તેથી વધુ પરસેંટાઈલ મેળવનાર વિધ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે.

  • ગુજરાત રાજ્યમાં આવેલ યૂનિવર્સિટીમાંથી ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષા ૬૫ ટકા કે તેથી વધુ ટકા સાથે પાસ કરનાર અથવા D2D ના પ્રવેશ નીયમો મુજબ ૬૫ ટકા કે તેથી વધુ મેરિટ માર્ક્સ્ મેળવી ડિગ્રી (સ્નાતક) કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રથમ/ બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર વિધ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

  • Rs. ૬,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા છ લાખ પૂરા ) સુધીની વર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનો સહાય મેળવવા લાયક ગણાશે. વર્ષિક આવકનુ પ્રમાણપત્ર મામલતદારશ્રી / તાલુકવિકાસ અધિકારશ્રી પાસેથી મેળવાનુ રહેશે.
Scholarship Amount
  • પાત્રતા ધરાવતા વિધ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણનાં સ્નાતક કક્ષાના પ્રૉફેશનલ કોર્સીસ જેવા કે ઈજનેરી / ટેક્નાલજી, ફાર્મસી, આર્કિટેક્ચર, ઍગ્રિકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી નર્સિંગ, ફીસીયોથેરાપી, પેરા-મેડિકલ, વેતરનરી, જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વર્ષિક ટ્યુશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૫૦,૦૦૦/- તે બે પૈકી જી ઓછુ હાય તેટલી સહાય દર વર્ષે માલવપત્ર થશે.

  • પાત્રતા ધરાવતા વિધ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણનાં સ્નાતક કક્ષાના મેડિકલ અને ડેન્ટલનાં સરકાર માન્ય સંસ્થાનાં સ્વ-નિર્ભર અભ્યાસક્રમો મત નિયત થયેલ વાર્ષિક ટ્યુશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૨,૦૦,૦૦૦/-તે બેપૈકી જે ઓછુ હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.

  • પાત્રતા ધરાવતા વિધ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણનાં સ્નાતક કક્ષાના કૌરસિસ જેવા કે બી.ઍસ.સી, બૅ.કૉમ., બી.ઍ., બી.બી.ઍ. , બી.સી.ઍ., જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વર્ષિક ટ્યુશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૧૦,૦૦૦/-તે બે પૈકી જી ઓછુ હાય તેટલી સહાય દર વર્ષે માલવપત્ર થશે .

  • પાત્રતા ધરાવતા વિધ્યાર્થીઓને ધોરણ-૧૦ પછીના સરકાર માન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વર્ષિક ટ્યુશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૨૫,૦૦૦/- તે બે પૈકી જી ઓછુ હાય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.

  • સરકારી મેડિકલ, ડેન્ટલ, ઈજનેરી કૉલેજો જ્નરલ બેઠકો પર અનામત કક્ષાના વિધ્યાર્થીઓ જે સંખ્યામાં વિધ્યાર્થીઓને સ્થળાંતર કરવુ પડે અન છેલ્લે જો કાય પણ સરકારી કોલેજોમાં પ્રવેશ ન મળે અને ફરજિયાતપણે તેઓને સ્વ-નિર્ભર મેળવવો પડે તો આવા આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિધ્યાર્થીઓને પ્રવેશ મેળવેલ સ્વ-નિર્ભર કોલેજ અને સરકારી કોલેજ વચ્ચેની ટ્યુશન ફીના તફાવત ની રકમ સહાય પેટે મળવાપાત્ર થશે.

  • આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા અને સ્નાતક અથવા ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાના પ્રવર્તમાન રહેથાણા તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી / અનુદનિત છત્રાલયમા પ્રવેશ નહી મળ્યો હોય તેવા વિધ્યાર્થીઓને વર્ષના ૧૦ મહિના માટે રહેવા-જમવાની સહાય પેટે રૂ.૧,૨૦૦/- માલવપત્ર રહેશે. આવા વિધ્યાર્થીઓને પોતાના પ્રવર્તમાન રહેઠાણના તાલુકથી બહાર તેઓ અભ્યાસ કરતા હોવાનુ તથા સરકારી / અનુદાનિત છાત્રાલયમા પ્રવેશ નહી મળ્યા બાબતનુ ઍકરારનામુ અપ્પવાનુ રહેશે.

  • આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા હોય તેવા મેડિકલ /ડેન્ટલના સ્નાતક અભ્યાસક્રમોમા પ્રવેશ મેળવનાર વિધ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધાન-પુસ્તક સહાય પેટે રૂ.૧૦,૦૦૦, ઈજનેરી /ટેક્નાલજી, ફર્મર્સી, આર્કિટેક્ચરનાં સ્નાતક અભ્યાસક્રમોમા પ્રવેશ મેળવનાર વિધ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક્સાહાય પેટે રુ.૫૦૦૦ તથા ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિધ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે રૂ-૩૦૦૦ મળવાપાત્ર રહેશે. અભ્યાસક્રમની અવધિ દરમ્યાન સાધન-પુસ્તક સહાય ઍકજ વખત મળવાપાત્ર રહેશે.

Instructions
  • મંજૂર થયેલ મળવાપાત્ર સહાય ની રકમ વિધ્યાર્થીઓના બૅંક અકાઉંટમાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સ્ફર (DBT) હેઠળ સીધી જ્મા કરાવવાની રહેશે. આ માટે વિધ્યાર્થીઓઍ બૅંકમા ખાતુ ખોલવવાનુ રહેશે અને જે વિધ્યાર્થીઓ પાસે આધાર નંબર હશે તેઓેઍ પોતાના આધાર નંબર આ બૅંક ખાતા સાથે જોડવાના રહેશે.

  • ઉચ્ચ શિક્ષણ સહાય માટેની રાજ્ય સરકાર અથવા ભારત સરકારની વિવિધ યોજનાઓ અથવા અન્ય કોઈ યોજનાઑ પૈકી કોય ઍક યોજના હેઠળ લાભ મેળવવા માટે વિધ્યાર્થીઍ પસંદગી કરવાની રહેશે. કોઈ પણ વિધ્યાર્થી ઍક સાથે ઍક થી વધુ યોજનાને પસંદગી આપી શકશે નહી ઍટલે કે વિધ્યાર્થી કોઈ ઍકજ યોજના હેઠળ લાભ મેળવી શકશે.

  • સહાય મેળવનાર વિધ્યાર્થી સામે સંસ્થાના નીતિ નીયમો અથવા નૈતિક ધોરણો પ્રમાણે ગંભીર શિસ્ત વિષયક કાર્યવાહી થઈ હશે તો આવો વિધ્યાર્થી સહાય મેળવવા માટે અથવા ચાલુ રાખવા માટે ગૈરલાયક ઠરશે. જો કોઈ વિધ્યાર્થી ખોટી વિગતો, ખોટુ આવકનુ પ્રમાણપત્ર મેળવીને કે અન્ય કોઈ રીતે ખોટી વિગતો રજૂ કરીને કે છેતરપીંડીથી સહાય મેળવેલ હશે તેવુ પ્રસ્થાપિત થતા વિધ્યાર્થી પાસેથી સહાય ની રકમના ૧૮% ના દંડનીય વ્યાજ સહિત પરત કરવા ઉપરાંત કાયદેસરની કાર્યવાહી માટે પગલા લેવામા આવશે.

  • વિધ્યાર્થીઍ પ્રવેશ મેળવ્યા પછીના ક્રમિક શૈક્ષણિક વર્ષમાં રીન્યુઅલ સહાય મેળવવા માટે અગાઉ જે વર્ષે સહાય મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ્ સાથે ઉત્તીર્ણ થવાનુ રહેશે.

  • સહાય મેળવનાર વિધ્યાર્થીઓની જે તે શૈક્ષણિક સંસ્થાના નીતિ નીયમો પ્રમાણે જે તે શિક્ષણિક વર્ષમાં ઓછામા ઓછી ૭૫% હાજરી હોવી જરૂરી રહેશે.

  • વિધ્યાર્થીઓઍ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ લઈ નજીકના હેલ્પ સેન્ટર ખાતે અસલ દસ્તાવેજો ચકાસણી કરાવવાની રહશે અને અરજી સાથે નીચે જણાવેલ દસ્તાવેજો જમા કરાવવાના રહશે .
    1. આધારકર્ડ ની નકલ
    2. ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ પાસ કર્યા ની માર્કશીટ નકલ
    3. ડિગ્રી /ડીપ્લોમા અભ્યાસક્રમમાં પર્વેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટરની નકલ
    4. ટ્યુશન ફી ભર્યા ની પહોંચોની નકલ
    5. નોટરાઈઝ્ડ એફીડેવીટ (અસલમા)
    6. વાલીની આવકનું પ્રમાણપત્રની નકલ (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનુ)
    7. હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની નકલ
    8. નેશનલાઈઝ બેન્કમાં બચત ખાતાની પાસબુકનુ પ્રથમ પાનાની નકલ