Medical-Paramedical Admission - 2016


Latest Updates    Admission Process is stoped till the further instruction given by High Court.
  • શૈક્ષણિક વર્ષ-૨૦૧૬-૧૭ માટેના ઓનલાઈન પ્રવેશ ફોર્મ અંગેની માહિતી:

  • સરકારશ્રી તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ નાં આદેશ અનુસાર તા ૨૯/૦૭/૨૦૧૬ નાં રોજ જે પ્રવેશ પ્રક્રિયા શરુ થવાની હતી તે મુલતવી રાખવામાં આવેલ છે જેની સર્વે વાલીયો અને વિદ્યાર્થીઓએ નોંધ લેવી. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ કમિટીની વેબસાઈટ અને સમાચારપત્રોમાં જાહેર કરવામાં આવશે. વિગતવાર કાર્યક્રમ જાહેર થયા બાદજ પ્રવેશ પ્રક્રિયા શરુ થશે.

  • અગત્યની સૂચનાઓ:

    આજ રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા મેડીકલ/પેરામેડીકલ પ્રવેશ ૨૦૧૬-૧૭ માટેના નિયમો જાહેર કરવામાં આવેલ છે .જેમાં નીચે મુજબના મહત્વના સુધારા કરવામાં આવેલ છે.

    • સરકારી મેડીકલ તથા ડેન્ટલ શાખાની ૮૫% બેઠકો તથા સ્વનિર્ભર સંસ્થાની ૭૫% બેઠકો ધોરણ ૧૨ કે તેની સમકક્ષ પરીક્ષાના ફીઝીક્સ + કેમેસ્ટ્રી +બાયોલોજી થીયરી ના ૬૦% અને ગુજકેટ ના ૪૦% માર્ક્સ મુજબ કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા ભરવામાં આવશે.

    • પેરામેડીકલ કોર્સની સરકારી સંસ્થાઓની ૧૦૦ % અને સ્વનિર્ભર સંસ્થાઓની ૭૫ % બેઠકો ધોરણ ૧૨ કે તેની સમકક્ષ પરીક્ષાના ફીઝીક્સ + કેમેસ્ટ્રી +બાયોલોજી થીયરી ના ૬૦% અને ગુજકેટ ના ૪૦% માર્ક્સ મુજબ કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા ભરવામાં આવશે.

    • સ્વનિર્ભર સંસ્થાઓની ૨૫% મેનેજમેન્ટ ક્વોટા બેઠકોમાંથી ૧૫% એન.આર.આઈ બેઠકો ગુજરાત સરકાર નાં વર્ષ ૨૦૧૬ ના વટહુકમ નંબર ૨ અન્વયે રદ કરવામાં આવેલ છે. અને ચાલુ વર્ષથી તમામ ૨૫ % બેઠકો મેનેજમેન્ટ બેઠકો તરીકે ગણવામાં આવશે.

    • મેડીકલ અને ડેન્ટલ કોર્ષની સ્વનિર્ભર સંસ્થાઓમાં ૨૫% મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો ગુજરાત રાજ્યમાંથી ધોરણ ૧૨માં ઉત્તિર્ણ થયેલ હોય અને નીટ (NEET) માં લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ નાં NEET 2016 આધારિત મેરીટ થી એકજ કોન્સોર્ટિયમ દ્વારા સીંગલ વીન્ડો પદ્ધતિથી મેરીટ મુજબ ભરવામાં આવશે.

    • મેડીકલ તથા ડેન્ટલ સિવાયના અન્ય પેરામેડીકલ કોર્ષની ૨૫% મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો ગત વર્ષ મુજબના નિયમો અનુસાર ધોરણ ૧૨ કે તેની સમકક્ષ પરીક્ષાના ફીઝીક્સ + કેમેસ્ટ્રી +બાયોલોજી થીયરી ના ૬૦% અને ગુજકેટ ના ૪૦% માર્ક્સ મુજબ સંલગ્ન કોન્સોર્ટિયમ દ્વારા ભરવામાં આવશે.

    • ૨૫ % મેનેજમેન્ટ બેઠકોની કાર્યવાહી સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબ કોન્સોર્ટિયમ બનાવી કરવામાં આવશે. જે માટેના પ્રવેશ નિયમો કોન્સોર્ટિયમ દ્વારા જાહેર કરવામાં આવશે.

    • આયુર્વેદીક વિદ્યાશાખામાં પ્રવેશ માટે ધોરણ ૧૦ અથવા ધોરણ ૧૨ માં સંસ્કૃત વિષય ફરજીયાત હતો તે ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીના વટહુકમ (Ordinance) મુજબ આ વર્ષથી રદ કરવામાં આવેલ છે,આથી આયુર્વેદિક વિદ્યાશાખામાં વર્ષ ૨૦૧૬-૧૭ માં પ્રવેશ માટે સંસ્કૃત વિષય ફરજીયાત નથી.

    • સરકારી બેઠકોમાં ૧૦% બેઠકો ઈ.ડબલ્યુ.એસ માટે સરકાર શ્રી દ્વારા આરક્ષિત કરવામાં આવેલ છે.જેનો લાભ લેવા માટે ઉમેદવારે સરકારી જાહેરનામાં અનુસાર તે અંગેનું જરૂરી પ્રમાણ પત્ર રજુ કરવાનું રહેશે.


  • અંદાજિત ફોર્મ વિતરણ અને સ્વીકારવાનો કાર્યક્રમ તથા પ્રવેશ કાર્યવાહી નીચે મુજબ શરુ થશે

    • ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના પ્રવેશ ફોર્મ ભરવાની કાર્યવાહી માટેના પીન નંબર અને પ્રવેશ પ્રક્રિયાના નિયમો ની બુકલેટ નાં વિતરણ ની પ્રક્રિયા તા.૦૫/૦૭/૨૦૧૬ થી ૧૫/૦૭/૨૦૧૬સુધી હાથ ધરવામાં આવશે.

    • મેરીટ યાદી તા.૨૫/૦૭/૨૦૧૬ ના રોજ જાહેર કરવામાં આવશે.

    • પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ ૨૯/૦૭/૨૦૧૬ થી શરુ કરવામાં આવશે.

    • મેડીકલ/પેરામેડીકલ પ્રવેશ ૨૦૧૬-૧૭માટેના નિયમો કમિટીની વેબ સાઈટ www.medadmbjmc.in પર મુકવામાં આવેલ છે. વખતો વખત કરવામાં આવતા સુધારા કે ફેરફાર માટે નિદર્શિત વેબ સાઈટ સમયાંતરે જોતા રહેવું.

    • વિદ્યાર્થીએ શૈક્ષણિક વર્ષ-૨૦૧૬-૧૭ માટે મેડિકલ અને પેરામેડીકલ વિધ્યાશાખાના પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે.

    • ઓનલાઈન ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીએ ગુજરાત રાજયની નિયત કરેલ એક્સિસ બેંકની શાખાઓ પરથી યુનિક પીન અને માહિતી પુસ્તિકા મેળવવાનાં રહેશે(રવિવાર સિવાય). શાખાઓની વિગતવાર માહીતી (www.medadmbjmc.in) ઉપર ઉપલબ્ધ થશે.

    • વિદ્યાર્થી યુનિક પીન ઓનલાઈન NIC ની વેબસાઈટ પરથી પણ મેળવી શકશે.

    • ખાસ નોંધ – યુનિક પીન ની કિંમત રૂ/- ૧૮૦/- છે. જે ઓનલાઈન કે રૂબરૂ ભરવાથી મળી શકશે.

    • વિદ્યાર્થી બેંક અથવા ઓનલાઈન મેળવેલ પીન નંબરથી પોતાની જાતે ઘરેથી અથવા ઈંટરનેટની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જઈને પ્રવેશ ફોર્મ ભરી (રજીસ્ટ્રેશન કરી) શકશે. અથવા તો કમીટી દ્વારા નક્કી કરેલા હેલ્પ સેંટરો પર જઈને પણ પ્રવેશ ફોર્મ ભરી (રજીસ્ટ્રેશન કરી) શકશે.

    • ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા (રજીસ્ટ્રેશન કરવા) માટેની માહિતી પુસ્તિકા આપ કમિટીની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશો.

    • આ પ્રવેશ (રજીસ્ટ્રેશન) પ્રક્રિયામાં મેડીકલ અને પેરામેડીકલના બધાજ કોર્ષ (મેડીકલ ,ડેન્ટલ, બી.એસ.સી નર્સીગ, આર્યુવેદ, હોમીયોપેથી, ફીઝીયોથેરાપી,ઓપ્ટ્રોમેટ્રી, નેચરોપેથી, ઓડીયોલોજી, ઓર્થોટીકસ એન્ડ પ્રોસ્થેટીક) માટે એક જ ફોર્મ ભરવાનું રહેશે. અલગ અલગ ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી.

    • એન્જીનીયરીંગ, ફાર્મસી, જનરલ નર્સીગ એન્ડ મિડવાઈફરી (G.N.M.) અને ઓક્ઝીલરી નર્સ મિડવાઈફ (A.N.M.) માટે ની એડમિશન કમીટી અલગ છે. એ.સી.પી.એમ.ઈ.સી. (એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ મેડીકલ એજ્યુકેશનલ કોર્ષીસ) આ કોર્સિસમાં પ્રવેશ આપતી નથી.

    • કમીટી દ્વારા નક્કી કરેલા સ્થળો પર હેલ્પ સેંટરો ખોલવામાં આવશે. જેની માહીતી વેબસાઈટ ઉપર મુકવામાં આવશે અને હેલ્પ સેંટરો પરથી પણ વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મ ભરી (રજીસ્ટ્રેશન કરી) શકાશે. હેલ્પ સેંટરો માંથી ઓનલાઈન ફોર્મ ભરવા(રજીસ્ટ્રેશન કરવા) માટે કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહિ.

    • આપ જો શૈક્ષણિક વર્ષ-૨૦૧૬-૧૭ માટે મેડિકલ અને પેરામેડીકલ વિધ્યાશાખાના પ્રવેશ ફોર્મ (રજીસ્ટ્રેશન) ભરવાના હોવ તો આપની પાસે નીચે મુજબના ડોકયુમેંટ (પ્રમાણપત્રો) હોવા જરૂરી છે.

      1. ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ (ચાર સેમેસ્ટરના માર્ક્સ સાથે દર્શાવતી માર્ક્સશીટ)

      2. ગુજકેટ -૨૦૧૬ ની માર્કશીટ

      3. ધોરણ -૧૦ની માર્કશીટ

      4. શાળા છોડયાનું પ્રમાણપત્ર (જો પ્રમાણપત્રમાં જન્મ સ્થળ ન હોય તો જન્મ નો દાખલો (અનામત કક્ષાના ઉમેદવારોએ ૨ નકલ જોડવી)

      5. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર બે નકલ જોડવી (જો લાગુ પડે તો)

      6. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે તા. ૧/૦૪/૨૦૧૬ પછી મેળવેલ પરિશિષ્ટ –ક નું (નોન ક્રિમીલેયર) પ્રમાણપત્ર બે નકલમાં

      7. શારીરીક ખોડખાંપણનું પ્રમાણપત્ર, મેડીકલ ઓફીસર તથા મેડીકલ બોર્ડ દ્વારા પ્રમાણિત કરેલુ. (જો શારીરીક ખોડખાંપણ હોય તો)

      8. જો અમદાવાદ અને સુરત લોકલ વિદ્યાર્થી હોય તો NHL Municipal Medical College Ahmedabad અને Surat Municipal Medical College Surat (SMIMER) ના ડીનશ્રીનું પ્રમાણપત્ર

      9. આવકનું પ્રમાણપત્ર (અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ માટે)

Contacts


Admission Committee for Professional Medical Educational Courses

B. J. Medical College

Ahmedabad
Go to Official Website